Skip to main content

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

                                      ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#mahitigujarat

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                                                 


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Comments

Popular posts from this blog

વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.

  વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય  માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે. માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર્યરત છે. સહાય સીધી દર્દીના એકાઉ

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

   Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

    Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.