વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય
માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે
વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય
પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે.
માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર્યરત છે.
સહાય સીધી દર્દીના એકાઉન્ટમાં
પારદર્શક વહીવટ ગૃપના અન્ય સંચાલક બારડોલીના બાબેન ખાતે રહેતા દિલીપભાઈ ભારતી જણાવે છે કે, આ એક સેવા યજ્ઞ છે. માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપમાં માત્ર એડમીન દ્વારા જ સહાય કરનારની વિગતો મુકવામાં આવે છે અને સભ્યો દ્વારા દર્દીના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. સંપૂર્ણ પારદર્શક વ્યવહાર હોય એક પણ ગ્રુપના સભ્યો પાસે પૈસા આવતા નથી. સીધા દર્દીના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. છેલ્લા પંદર દિવસમાં જ ગૃપ દ્વારા ત્રણ દર્દીઓને 1લાખ 47 હજાર 748 રૂપિયાની સહાય પહોંચાડી છે.
સહાયની રકમ રૂ.100 રાખવાનું કારણ
માત્ર 100 રૂપિયા જ રકમ રાખવા પાછળનું કારણ પણ રસપ્રદ છે. સંચાલકોનું કહેવું છે કે, સમાજના દરેક લોકોની પરણપાર્વતી તીખી સden + આર્થિક સ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ વધુ મદદ કરી શકે તો કોઈ ઓછી રકમની મદદ કરી શકે છે. પરંતુ આ ગૃપમાં 100 રૂપિયાથી વધુ એક તેનાર્થી ઓછી રકમ સહાય પેટે ચુકવવામાં આવતી નથી. તેનું કારણ એક છે કે જો વધુ રકમની સહાય ચુકાવનાર ગુરુતાગ્રંથીથી અને ઓછી . રકમ ચુકાવનાર લઘુતાગ્રંથીથી ન પીડાય તે માટે બધા માટે સમાન રકમ રખાઇ છે.
Comments
Post a Comment