Skip to main content

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

                                      ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #...

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

               


 ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા :

(1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ
(2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ
(3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ
ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે :
(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર
(2) ગુજરાતનાં મેદાનો
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો.

(1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર :
દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવાળો છે. જામનગર નજીકનો પરવાળાનો પિરોટન ટાપુ પ્રખ્યાત છે. કચ્છનો 10? થી 13 કિ.મી. પહોળો પશ્ચિમ તથા દક્ષિણનો કિનારો કાદવ-કીચડવાળો છે. અહીં કેટલીક જગ્યાએ ‘લગૂન‘ની રચના થયેલી છે.
રણવિસ્તાર : કચ્છની ઉત્તરે મોટું રણ અને મધ્યમાં નાનું રણ છે, તેનું ક્ષેત્રફળ 27,200 ચોરસ કિ.મી. છે. કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના ઊંચ ભૂમિભાગો આવેલા છે.
(2) ગુજરાતનાં મેદાનો :
(i) ઉત્તર ગુજરાતનું મેદાન : સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
(ii) મધ્ય ગુજરાતનું મેદાન : આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.
(iii) દક્ષિણ ગુજરાતનું મેદાન : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે. આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય છે.
(3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ : આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો બનેલો છે. આ ઉચ્ચ પ્રદેશમાં ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો વગેરે ડુંગરો છે. ઉત્તરની માંડવની ટેકરીઓ અને દક્ષિણની ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા, ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે.?
(4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો :
(i) તળગુજરાતના ડુંગરાળ પ્રદેશો : દાંતા અને પાલનપુર નજીકની ટેકરીઓ ‘જેસોરની ટેકરીઓ‘ તરીકે તેમજ ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ‘આરાસુરની ટેકરીઓ‘ તરીકે ઓળખાય છે. મધ્ય ગુજરાતમાં પાવાગઢ અને રતનમાલની ટેકરીઓ છે. પાવાગઢ 936.2 મીટર ઊંચી છે. નર્મદાની દક્ષિણે રાજપીપળાની ટેકરીઓ છે. તાપીની દક્ષિણે સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે. ડાંગ જિલ્લાનું સાપુતારા (960 મીટર) ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે.
(ii) કચ્છનો ડુંગરાળ પ્રદેશ : કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ ત્રણ હારમાળાઓ આવેલી છે. ઉત્તર ધારમાં કાળો (437.08 મીટર), ગારો, ખડિયો વગેરે ડુંગરો છે. મધ્ય ધાર લખપતથી વાગડ વચ્ચે આવેલી છે. આ હારમાળામાં ઘીણોધર (388 મીટર), ભૂજિયો, લીલિયો વગેરે ડુંગરો છે. દક્ષિણની ધાર પાંધ્રો તેમજ માતાના મઢથી શરૂ થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાયેલી છે. એમાં ઉમિયા (274 મીટર) અને ઝુરા (316 મીટર) ડુંગરો આવેલા છે. ભુજની વાયવ્યે વરાર (349 મીટર) ડુંગર છે. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ‘કંઠીના મેદાન‘ તરીકે ઓળખાય છે.?
(iii) સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ : ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા (437 મીટર) છે. દક્ષિણની ગીરની ટેકરીઓમાં સરકલા (643 મીટર) સૌથી ઊંચી ટેકરી છે. જૂનાગઢ પાસેનો ગિરનાર (1153.2 મીટર ) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પાલિતાણા નજીક શેત્રુંજો (697.5 –? મીટર), ભાવનગરની ઉત્તરમાં ખોખરા તથા તળાજાના ડુંગરો, પોરબંદર નજીક બરડો, મહુવાની ઉત્તરે લોંગડી વગેરે સૌરાષ્ટ્રના અગત્યના ડુંગરો છે. સૌરાષ્ટ્રમાં શેત્રુંજો ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.

Comments

Popular posts from this blog

વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.

  વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય  માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે. માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર્યરત છે. સહાય સીધી દર્...

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

   Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

    Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.