Skip to main content

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

                                      ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #...

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

    Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.



ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Comments

Popular posts from this blog

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                                                                                      NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ ...

દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ.

        દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ. દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ  #pwdvoters   #sakshamapp   #accessibleelections   #IVoteforSure   #MeraVoteDeshkeliye   #ChunavKaParv   #DeshKaGarv   #Election2024   #EveryVoteCounts   #DemocracyMatters   #VotingRights   #VoiceYourChoice   pic.twitter.com/Stc82Zr5qM — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat)  April 14, 2024

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

        આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પો...